Sukhan AI
ग़ज़ल

मेरे घर पधारो, बहना

میرے گھر پدھارو، بہنا

एक भाई अपनी बहन को अपने घर आने का न्योता देता है ताकि वह उसके बाल गूंथ सके। वह अपने देश में सूखे और अकाल के कारण फूलों की कमी पर शोक व्यक्त करता है। एक साधारण ग्वाले के रूप में, वह अपनी बहन के लिए सुगंधित फूल उपलब्ध न करा पाने का दुख जताता है, क्योंकि वह केवल कंटीली झाड़ियों को ही जानता है।

गाने लोड हो रहे हैं…
00
1
મારે ઘેર આવજે બેની! નાની તારી ગૂંથવા વેણી.
मेरे घर आना बहन! तुम्हारी छोटी चोटी गूंथने के लिए।
2
આપણા દેશમાં નીર ખૂટ્યાં ને સળગે કાળ દુકાળ; ફૂલ વિના મારી બેનડી! તારા શોભતા નો'તા વાળ. – મારે...
हमारे देश में पानी सूख गया है और भीषण अकाल जल रहा है। मेरी बहन, फूलों के बिना तुम्हारे बाल सुंदर नहीं लग रहे थे।
3
બાગબગીચાના રોપ નથી બેની ઊગતા મારે ઘેર; મોગરા, ડોલર, જાઈ, ચંબેલીની મારે માથે નથી મહેર. – મારે...
बहन, मेरे घर में बाग-बगीचे के पौधे नहीं उगते। मोगरा, डोलर, जाई और चमेली फूलों की मुझ पर कोई कृपा नहीं है।
4
રૂપ સુગંધી હું કાંઈ નો જાણું ડુંગરાનો ગોવાળ! આવળ, બાવળ, આકડા કેરી કાંટ્યમાં આથડનાર. – મારે...
मैं एक पहाड़ी चरवाहा हूँ, जो सौंदर्य या सुगंध के बारे में कुछ नहीं जानता, क्योंकि मैं आवळ, बावळ, आकड़ा जैसी कंटीली झाड़ियों में भटकता रहता हूँ।
5
ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાં રાતડાં ગુલેનાર; સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી બહેન સાટુ વીણનાર. – મારે...
पहाड़ की ऊंची चोटी पर लाल गुलनार के फूल खड़े हैं। मैं अपनी बहन के लिए सांपों से लिपटे पीले केवड़ा के फूल चुनूंगा।
6
પહાડ તણે પેટાળ ઊગેલાં લાલ કરેણીનાં ઝાડ; કેસૂડલાં કેરી વાંકડી કળિયું વીણીશ છેલ્લી ડાળ. – મારે...
पहाड़ के गर्भ से, जहाँ लाल कनेर के पेड़ उगते हैं; मैं केसूड़ा की अंतिम टेढ़ी कलियाँ तोड़ूँगा।
7
ખેતર વચ્ચે ખોઈ વાળીને ફૂલ ઝીણાં ખોળીશ; વાગશે કાંટા, ગાજશે સાવજ, તોય જરીકે ન બીશ. – મારે...
खेत में खोकर भी मैं छोटे फूल ढूँढूँगा; काँटे चुभेंगे, शेर गरजेंगे, फिर भी मैं बिलकुल नहीं डरूँगा।
8
સાંજ વેળા મારી ગાવડી ઘોળી આવીશ દોટાદોટ; ગોંદરે ઊભીને વાટ જોતી બેની માંડશે છૂટાછૂટ. – મારે...
शाम के समय, मेरी प्यारी गाय, तुम दौड़ते हुए घर आओगी। मेरी बहन, गाँव के चौक पर खड़ी इंतज़ार कर रही होगी, और फिर अपनी सारी चिंताएँ छोड़ देगी।
9
મોઢડાં નો મચકોડજે બાપુ! જોઈ જંગલનાં ફૂલ; મોરલીવાળાને માથડે એ તો ઓપતાં'તાં અણમૂલ. – મારે...
इन जंगल के फूलों को देखकर मुँह मत बिगाड़ो; क्योंकि बाँसुरीवाले (भगवान कृष्ण) के माथे पर ये अनमोल चमकते थे।
10
શિવ ભોળા, ભોળાં પારવતી, એને ભાવતાં દિવસરાત; તુંય ભોળી મારી દેવડી! તુંને શોભશે સુંદર ભાત. – મારે...
शिव भोले हैं, और पार्वती भी भोली हैं; उन्हें दिन-रात प्रिय माना जाता है। तुम भी मेरी भोली देवी! तुम्हें एक सुंदर नक़्श शोभा देगा।
11
ભાઈ ભાભી બેય ભેળાં બેસીને ગૂંથશું તારે ચૂલ; થોડી ઘડી પહેરી રાખજે વીરનાં વીણેલ વેણીફૂલ! – મારે...
भाई और भाभी दोनों मिलकर तुम्हारे बालों के लिए फूल गूंथेंगे। थोड़ी देर के लिए, अपने भाई द्वारा चुने गए इन वेणीफूलों को पहने रखना।
12
મારે ઘેર આવજે બેની! લાંબી તારી ગૂંથવા વેણી!
बहन, मेरे घर आओ ताकि मैं तुम्हारी लंबी चोटी गूंथ सकूँ।
Comments

Read-only on web. Join the conversation in the Sukhan AI mobile app.

0

No comments yet.