Sukhan AI
ग़ज़ल

पृथ्वी रूपी नटनी के विषय में

زمین بحیثیتِ رَقاصہ کے متعلق
दलपतराम· Ghazal· 15 shers

यह गज़ल पृथ्वी को एक नटनी (नर्तकी) के रूप में अत्यंत खूबसूरती से प्रस्तुत करती है। इसमें पृथ्वी को एक विशाल मैदान में अद्भुत नृत्य करते हुए दिखाया गया है, जो विद्वानों को भी चकित कर देती है और विभिन्न देशों में घूमती है। वह अपने रूप बदलती है और अंत में एक गोल गेंद के समान दिखाई देती है।

गाने लोड हो रहे हैं…
00
1
સખી જો મોટા મેદાનમાં, અદ્ભુત રીતે આજ; નટડી નાચે છે. પેખીને અચરજ પામીઓ, સૌ વિદ્વાન સમાજ, નટડી નાચે છે.
सखी, आज बड़े मैदान में देखो, अद्भुत तरीके से नटनी नाच रही है। उसे देखकर सारा विद्वान समाज आश्चर्यचकित रह गया है, नटनी नाच रही है।
2
કોણ જાણે આવી ક્યાં થકી, ફરતી દેશ વિદેશ; નટડી નાચે છે. નાટકના ભેદ ભલા ભણી, બની સ્વરૂપે બેશ; નટડી નાચે છે.
कौन जाने यह नटनी कहाँ से आई है, जो देश-विदेश घूमती रहती है और नाचती है। नाटक के सभी रहस्य अच्छी तरह सीखकर, वह विभिन्न रूप धारण कर नृत्य करती है।
3
એક કીધો ખેલ ખરેખરો, વિગતે કહું તે વાત; નટડી નાચે છે. અજાણ્યા જન માને નહિ, એવી વાત અઘાત; નટડી નાચે છે.
एक सच्चा खेल खेला गया है, जिसकी कहानी मैं विस्तार से बताऊँगा; नटनी नाचती रहती है। यह बात इतनी गहरी है कि अज्ञानी लोग इसे मानेंगे नहीं।
4
નિજ શરીર સંકોચન કરી, થઈ ગઈ ગોળમટોળ; નટડી નાચે છે. મેં દીઠું તેના દેહનું, દડા પ્રમાણે ડોળ; નટડી નાચે છે.
नटनी ने अपने शरीर को सिकोड़ कर गोल कर लिया। मैंने उसके शरीर को गेंद के आकार में देखा, नटनी नाच रही है।
5
તે ગણવંતીએ ગોઠવી, અંગ પર વસ્તુ અનેક; નટડી નાચે છે. કોઈ ચોંટી એના અંગમાં, કોઈ તો છૂટી છેક; નટડી નાચે છે.
उस गुणवान नर्तकी ने अपने शरीर पर अनेक वस्तुएँ सजाईं। जब वह नाचती है, तो उनमें से कुछ उसके अंग से चिपकी रहती हैं जबकि कुछ पूरी तरह से मुक्त होकर उड़ जाती हैं।
6
પશુ પક્ષી પ્રાણી બહુ ધર્યાં, સ્થાવર જંગમ જાત; નટડી નાચે છે. કેટલાંએક છોટાં છોકરાં, મોટાં પણ પ્રખ્યાત; નટડી નાચે છે.
नटड़ी ने पशु-पक्षियों और सभी प्रकार के स्थिर तथा गतिशील जीवों के अनगिनत रूप धारण किए हैं। छोटे बच्चे और प्रसिद्ध हस्तियाँ भी वहाँ उपस्थित हैं, सभी उस नटड़ी का नृत्य देख रहे हैं।
7
વળી ગાત્ર ઉપ બહુ ગોઠવ્યા, પ્યાલા પાણી ભરેલ; નટડી નાચે છે. પછી દડાની પેઠે દડવડી, ખૂબ કર્યા ત્યાં ખેલ, નટડી નાચે છે.
नटनी के शरीर पर बहुत सी वस्तुएँ रखी गईं थीं, साथ ही पानी से भरे प्याले भी थे; नटनी नाचती है। फिर वह गेंद की तरह लुढ़कती हुई, वहाँ अनेक खेल दिखाती है।
8
પછી ઉલટસુલટ કાયા કરી, ખૂબ ગોલાંટો ખાય; નટડી નાચે છે. પણ એક વસ્તુ અંગથી, જરીએ ખશી ન જાય; નટડી નાચે છે.
एक नृत्यांगना अपने शरीर को मोड़ती और घुमाती है, बहुत सारे कलाबाज़ियां करती है, लेकिन उसके शरीर से एक भी वस्तु कभी दूर नहीं होती।
9
સ્થિર સ્થાપિત મોટો થાંભલો, ધરી એનો આધાર; નટડી નાચે છે. પણ તેને સ્પર્શ કર્યા વિના, ફરતી કુંડાકાર, નટડી નાચે છે.
एक बड़ा, मज़बूती से स्थापित खंभा है, उसे अपना आधार बनाकर नटनी नाचती है। लेकिन उसे छुए बिना, वह गोल-गोल घूमती हुई नाचती है।
10
વળી તેથી રહી બહુ વેગળી, અધર ઉડી આકાશ; નટડી નાચે છે. નિજ નજર ઠરાવી થાંભલે, ચકર ફરી ચોપાસ; નટડી નાચે છે.
नटनी बहुत दूर होकर, आकाश में अधर में उड़ती हुई नाचती है। अपनी नज़र खंभे पर टिकाकर, वह चारों ओर घूमकर नाचती है।
11
પણ કશીએ ખસીને નવ પડે, અંગેથી ચીજ એક; નટડી નાચે છે. પ્યાલા પાણી છલકાઈને, છોળ ન ઉડે છેક; નટડી નાચે છે.
नर्तकी इतनी सटीकता से नृत्य करती है कि उसके शरीर से एक भी चीज़ न तो गिरती है और न ही खिसकती है। नाचते समय प्याले में रखा पानी भी न तो छलककर गिरता है और न ही एक बूंद उड़ती है।
12
વળી છૂટું તેનું છોકરું, ફરે તેને ચૉફેર; નટડી નાચે છે. જન અણજાણ્યા જાણે નહિ, ખેલ કર્યો શી પેર; નટડી નાચે છે.
जब नटनी का बच्चा आज़ाद होकर चारों ओर घूमता है, तब भी नटनी नाचती रहती है। अनजान लोग यह समझ नहीं पाते कि नटनी ने यह अद्भुत खेल किस तरह किया है।
13
એ કૌતક દેખી કોઈને, મન સમજાય ન મર્મ; નટડી નાચે છે. પણ મોણવેલ, મુજને મળી, ભાગ્યો તેથી ભર્મ, નટડી નાચે છે.
इस कौतुक को देखकर कोई भी इसका मर्म नहीं समझ पाता; नटनी नाच रही है। परंतु मुझे मोणवेल मिला, जिससे मेरा भ्रम टूट गया।
14
ઘન રાજા ખુશી થયો ઘણો, દીધા સરસ શણગાર; નટડી નાચે છે. રૂડી સાડી લીલા રંગની, ઓઢાડી એ વાર; નટડી નાચે છે.
महान राजा अत्यंत प्रसन्न हुआ और उसने सुंदर आभूषण दिए। उस समय उसे एक सुंदर हरे रंग की साड़ी पहनाई गई, और नटनी नृत्य करती है।
15
તે જોવા ખેલ ખરેખરો, સૌને ઉપજ્યો સ્વાદ; નટડી નાચે છે. ત્યાં કવિ દલપતરામે કહ્યું, ધન્ય એનો ઉસ્તાદ, નટડી નાચે છે.
नर्तकी के सच्चे प्रदर्शन को देखकर सभी दर्शक आनंदित हुए। तब कवि दलपतराम ने उसके उस्ताद को धन्य कहा।
Comments

Read-only on web. Join the conversation in the Sukhan AI mobile app.

0

No comments yet.

पृथ्वी रूपी नटनी के विषय में | Sukhan AI