Sukhan AI
ग़ज़ल

इश्क का बंदा

عشق کا بندہ
कलाપી· Ghazal· 22 shers

यह ग़ज़ल, "इश्क़ का बंदा", दैवीय प्रेम (इश्क़) के सर्वोच्च और सर्वव्यापी स्वरूप को गहनता से व्यक्त करती है। यह तर्क देती है कि प्रेम के बिना, ईश्वर, संसार और समस्त सृष्टि निरर्थक हैं, तथा पूरे ब्रह्मांड को प्रेम के प्रकाश की अभिव्यक्ति मानती है। कवि इस परम प्रेम के प्रति पूर्ण समर्पण पर बल देता है, ईश्वर, प्रिय और प्रेम के बीच किसी भी कथित भेद को एक भ्रम के रूप में प्रश्न करता है।

गाने लोड हो रहे हैं…
00
1
જો ઈશ્ક ના તો શું ખુદા? આલમ કરી તો યે ભલે. જો ઈશ્ક ના તો શું જહાં? એને ખુદા યે શું કરે?
यदि इश्क़ (ईश्वरीय प्रेम) न हो, तो ईश्वर क्या है और संसार की रचना का क्या लाभ? इश्क़ के बिना यह दुनिया क्या है, और ईश्वर स्वयं भी क्या कर सकता है?
2
આ કારખાનું ઈશ્કનું જો જો તપાસી ખૂબ ખૂબ આ ખેલ ને આ ખેલનારો એક નૂરે ઈશ્ક છે.
प्रेम के इस कारखाने को बहुत ध्यान से देखो और परखो। यह खेल और इसका खेलने वाला, दोनों प्रेम का एक ही प्रकाश हैं।
3
એથી ડરૂં તો કયાં ઠરૂં? કોને ખુદા મારો કરૂં? જ્યાં લાઇલાજી સર્વની ત્યાં કોણ કોને હાથ દે?
यदि मैं इससे डरूँ, तो कहाँ मुझे शांति मिलेगी और किसे मैं अपना ईश्वर पुकारूँ? जहाँ सभी असहाय हैं, वहाँ कौन किसे सहायता दे पाएगा?
4
રે! ઈશ્કનું છોડી કદમ માગું ખુદા, માગું સનમ; શું છે ખુદા? શું છે સનમ? એને બિમારી એ જ છે.
प्रेमी प्रेम का मार्ग छोड़कर ईश्वर और प्रिय दोनों की कामना करता है। परंतु, 'ईश्वर क्या है और प्रिय क्या है?' यह प्रश्न ही उसकी वास्तविक पीड़ा है।
5
ક્યાં યે હશે જો કો ખુદા તો ઈશ્કનો બન્દો હશે; જો ઈશ્કથી જુદો થશે તો ઈશ્કથી હારી જશે.
यदि कहीं कोई ईश्वर है, तो वह प्रेम का भक्त होगा; यदि वह प्रेम से अलग हो जाएगा, तो प्रेम से ही हार जाएगा।
6
જો હો ખુદા તો હો ભલે; તેની અમોને શી તમા? છે ઈશ્કથી તો ના વડો જે ઈશ્ક મારૂં તાજ છે.
अगर खुदा है तो रहे; उसकी हमें क्या परवाह है? पर इश्क़ से बड़ा न हो, क्योंकि इश्क़ ही मेरा ताज है।
7
છે ખાક ચોળી છાપ મારી ઇશ્કની જેને દિલે, દાખલ થતાં તેને બેહિશ્તે રોકનારું કોણ છે?
जिसके हृदय पर मेरे प्रेम की छाप धूल से लिपटकर भी अंकित है, उसे स्वर्ग में प्रवेश करने से कौन रोक सकता है?
8
જો કો અમોને વારશે, કોઈ અમોને પૂછશે, તો ઈશ્કની ફૂંકે અમારી લાખ કિલ્લા તૂટશે.
अगर कोई हमें रोकने की कोशिश करेगा या हमसे सवाल करेगा, तो प्रेम की एक फूंक से हमारे लाखों किले ढह जाएंगे। यह दर्शाता है कि प्रेम की शक्ति से बड़ी से बड़ी बाधाएं भी टूट जाती हैं।
9
છું સખ્ત ઝખમી મસ્ત દારૂ પી બન્યો બિમાર છું; પણ ઈશ્કથી બીજો અમોને જીતનાર કોણ છે?
मैं बुरी तरह ज़ख्मी हूँ, शराब पीकर मदहोश और बीमार हो गया हूँ; लेकिन इश्क़ के सिवा भला हमें कौन जीत सकता है?
10
હા! નાસ્તિકો સૌ આવજો, ખંજર તમારું લાવજો, આ ખૂન કાઢી તો જુઓ, કાતિલ એ પાણી થશે.
हे नास्तिकों, तुम सब आओ और अपने खंजर ले आओ। पर जरा इस खून को निकालने की कोशिश तो करो, तुम्हारा हत्यारा (खंजर) पानी बन जाएगा।
11
જે ઈશ્કનો બન્દો ઠર્યો તે છે ખુદાઈનો ખુદા; ઓહો! ખુદા શું? લોક શું? કે કોઈ શું તેને કરે?
जो व्यक्ति ईश्वरीय प्रेम का भक्त बन जाता है, वह स्वयं दिव्यता का ईश्वर बन जाता है। ऐसे में, ईश्वर क्या, लोग क्या, कोई भी उसका कुछ नहीं बिगाड़ सकता।
12
સૌ ઈશ્કના બેદાદ દિલના દર્દને ધિક્કારતાં; આંજી જુઓ પણ આંખમાં એ એક દી સુરમો તમે.
सभी लोग प्रेम के अन्यायपूर्ण दिल के दर्द को धिक्कारते हैं। लेकिन, आप भी उस दर्द को एक दिन के लिए अपनी आँखों में काजल की तरह लगाकर तो देखिए।
13
જે પાયમાલીમાં અમારાં છે ભરેલાં આંસુડાં, તે એક ટીપું લાખ દુનિયા વેચતાં ના ના મળે.
जो आँसू हमारी बर्बादी में हमारी आँखों में भरे हैं, उन आँसुओं का एक कतरा भी लाखों दुनियाएँ बेचकर नहीं मिल सकता।
14
કિમ્મત અમારી પૂછશો, તો એક દિલનું બિન્દુડું; વેચાઈએ આનંદથી લેજો સુખે જેને ખપે.
यदि आप हमारी कीमत पूछेंगे, तो वह एक दिल की छोटी सी बूंद है। हम खुशी से बिकते हैं; जिसे भी हमारी जरूरत है, वह हमें खुशी-खुशी ले सकता है।
15
છે તો હર્રાજી તોય મોંઘો ઈશ્કનો આ માલ છે; જે ઝિન્દગી રોનાર હો તે આવજો લેવા ભલે.
हालांकि यह नीलामी है, फिर भी प्रेम का यह माल बहुत महंगा है। जिसकी ज़िंदगी में रोना लिखा हो, वे इसे लेने आ सकते हैं।
16
ખૂન નીચોવી અહીં છે જાપ જપવો ઈશ્કનો; ગરદન કપાવી શીર્ષની માળા બનાવો તો ભલે.
यहां प्रेम का जाप करने के लिए अपना खून निचोड़ना पड़ता है। यदि तुम अपनी गर्दन कटाकर शीशों की माला बना सको, तो ऐसा ही सही, क्योंकि प्रेम ऐसी ही मांग करता है।
17
એ મંત્ર જપતાં જાગશે ભૂતાવળો લાખો અહીં; એ દેખતા ડરશો નહીં તો ખેલશું આવો ભલે.
यह मंत्र जपते ही लाखों भूत-प्रेत यहाँ जाग उठेंगे। उन्हें देखकर डरना मत, तो आओ, हम खेलेंगे।
18
ગુલામ થઈ રહેશું સદા પણ બાદશાહી મહાલશું; માલિકના દિલનું કરીને તખ્ત સૂનારા અમે.
हम भले ही हमेशा गुलाम बनकर रहें, फिर भी हम शाही ठाठ का अनुभव करेंगे। क्योंकि हम वे हैं जो मालिक के दिल को अपना सिंहासन बनाकर सोते हैं।
19
હા! લાખરંગી ઈશ્કનું કો એકરંગી જામ છે; મસ્તાનના મસ્તાન એવું જામ પીનારા અમે.
आह! प्रेम के लाखों रंगों के बीच एक अद्वितीय रंग का जाम है; हम ऐसे जाम को पीने वाले हैं, जो हमें मस्तों में भी सबसे मस्त बना देता है।
20
આવો, ભરી પીજો અને એ જીરવી લેજો નશો; નહિ તો સદા માટે શરાબો સોંપજો પીનારને.
आओ, भरकर पियो और उस नशे को आत्मसात कर लो; नहीं तो हमेशा के लिए शराब पीने वाले को सौंप दो।
21
એ તો અમારી માદરે પાયું અમોને જન્મતાં, ને મોતની મીઠી પથારીમાં ભર્યું યે એ જ છે;
हमारी माँ ने हमें जन्म के समय वह दिया था, और मृत्यु की मीठी शय्या में भी वही भरा हुआ है।
22
એ ઈશ્કની લાલી મહીં લાખો ખુદા ઘેલા બન્યા; એ લાખમાંના એક પણ જુદા જ કૈં ઘેલા અમે.
उस इश्क़ की लाली में लाखों खुदा पागल हो गए। लेकिन उन लाखों में से, हमारी दीवानगी कुछ और ही निराली है।
Comments

Read-only on web. Join the conversation in the Sukhan AI mobile app.

0

No comments yet.

इश्क का बंदा | Sukhan AI