Sukhan AI
ग़ज़ल

तारामैत्रक

سِتاروں کی دوستی
कलाપી· Ghazal· 30 shers

यह ग़ज़ल एक काव्यात्मक क्षण का वर्णन करती है जहाँ एक युवती, सिर पर घड़ा लिए और पसीना पोंछती हुई, का प्रतिबिंब अचानक पानी में दिखाई देता है। उसकी छवि की इस अप्रत्याशित चमक से हंस चौंककर आकाश में उड़ जाते हैं, जबकि कवि की आँखें उसकी सुंदरता से मोहित हो जाती हैं।

गाने लोड हो रहे हैं…
00
1
વિજળી શો થયો આ શો ઝબકારો જલની મહીં? ઉડતાં હંસ ચોંકીને પાંખો એ નભમાં ચડી. ૧
पानी में बिजली सी यह कैसी चमक हुई? उड़ते हुए हंस चौंककर अपने पंखों से आकाश में ऊपर चढ़ गए।
2
નેત્રો ઉડે હંસનિ સાથ ઊંચે અહા તંહીં કૈં વચમાં મધૂરૂં! ના ચાલતી આંખ હવે અગાડી જરા ચડી ત્યાં જ ઠરી ગઈ તે. ૨
मेरी आँखें हंसों के साथ ऊँची उड़ती हैं, अहा, वहाँ बीच में कुछ मधुर है! अब आँखें आगे नहीं चलतीं, बल्कि जहाँ थोड़ी ऊपर चढ़ीं, वहीं ठहर गईं।
3
માથે બેડૂં લઈ ઊભી સામે કો નવયૌવના, મુખે છે હસ્ત એ ન્હાનો ઝરી સ્વેદની લૂછવા. ૩
मेरे सामने एक नवयुवती खड़ी है जिसके सिर पर घड़ा है। वह पसीना पोंछने के लिए अपना छोटा हाथ अपने चेहरे पर उठाती है।
4
એનૂં જ બિમ્બ જલમાં પડિને ઊડ્યૂં’તૂં એથી જ વ્યર્થ ડરિ હંસ ગયેલ ઊડી;
उसकी ही परछाई पानी में पड़ी और उड़ती हुई-सी लगी, इसी व्यर्थ के डर से हंस उड़ गया।
5
એ વીરનાં નયન એ જ ચડાવનારૂં, લૂટી જનાર દ્રવતૂં ઉર એ જ, એ, એ! ૪
उन वीर की आँखें ही उत्तेजना पैदा करती हैं, वही दिल को लूटती और पिघला देती हैं।
6
જેને નિહાળિ નયનો ઠરતાં હતાં ત્યાં તેનો જ હંસ બનવા દિલ હાલ ઈચ્છે;
जहाँ आँखों को देखकर सुकून मिलता था, मेरा दिल अब उसी जगह का हंस बनना चाहता है।
7
તેના જ પાદ મહિં પાંખ પડી ગઈ સૌ, તેને જ કાજ ઊરતખ્ત થયૂં જ ખાલી. ૫
उसी के कदमों में सारे पंख झड़ गए, और उसी के कारण हृदय का सिंहासन बिल्कुल खाली हो गया।
8
સ્તમ્ભી જરી વદન એ નવ કોણ જોશે? ચાલ્યાં જશે નયન એ નિરખ્યા વિના કો?
वह स्थिर चेहरा अब कौन देखेगा? उन आँखों को देखे बिना कौन चला जाएगा?
9
એવી ન કાર્ય તણિ કાંઈ જ તીવ્રતા છે, કર્તાતણો અંહિં ન જે ઉપકાર ગાશે. ૬
कोई भी कार्य इतना तीव्र या कठिन नहीं होता कि उसके कर्ता के उपकार का यहाँ गुणगान न किया जाए। हर प्रयास, चाहे कितना भी चुनौतीपूर्ण क्यों न हो, अंततः सराहा जाता है।
10
સૌન્દર્ય આવું ધરતી ઊપરે નિહાળી હર્ષે ક્યૂં હૃદય ના મગરૂર થાશે?
धरती पर ऐसी सुंदरता देखकर, कौन-सा हृदय हर्ष से प्रफुल्लित नहीं होगा?
11
તો છો યુવાન પણ આ નિજ આંખ ઢાળે, છો પાંખને નવિન આ લહરી ઊરાડે. ૭
भले ही कोई युवा हो, फिर भी ये आँखें झुकी रहती हैं, पर नई लहरें पंखों को उड़ाने लगती हैं।
12
હજી એ કન્યા છે નવિન મૃદુ કો પુષ્પ ખિલતૂં, કંહીં પાંખો ખીલી, કંહિં હજૂ બિડાઈ કંહિં ખિલે;
अभी वह कन्या एक नई, कोमल, खिलती हुई कली है। कुछ पंखुड़ियाँ खुल गई हैं, कुछ अभी भी बंद हैं, और कुछ अभी खिल रही हैं।
13
સુગન્ધીની વેળા મધુતર હશે કોઈ જ નહીં; સુરંગોની લક્ષ્મી વધુ વળિ હશે સુન્દર કંહી? ૮
सुगंध के क्षण से मधुर कोई समय नहीं होगा; रंगों की शोभा कहीं और अधिक सुंदर कैसे होगी?
14
જે ક્રીડા મૃદુ ઊગ્રતા સભરતા લાવણ્ય જાદૂભર્યાં રૂપે યૌવનની સ્વતંત્ર રસિલી મૂકી દશા જે શકે,
वह क्रीड़ा, जो मृदुता, उग्रता, सुंदरता और जादू से भरी है, वह अपने स्वरूप में यौवन की स्वतंत्र और रसीली दशा को प्रकट कर सकती है।
15
તે કો તાનમહીં ઊંડા હૃદયના એકાગ્રતા ધારતાં, જોનારાં નયનો અને ઉર નહીં એકાગ્ર કોનાં કરે? ૯
जब कोई उस तान में गहरे हृदय से एकाग्रता धारण करता है, तो देखने वाले के नयन और हृदय किसकी एकाग्रता नहीं करेंगे?
16
વિનિમય મધુ એવો યોધ સાધી રહ્યો છે, પૂરમહિં ઊર વ્હેવા છૂટ છે પૂર્ણ પામ્યૂં;
योद्धा ऐसा मधुर आदान-प्रदान प्राप्त कर रहा है, जैसे हृदय को धारा में पूरी तरह बहने की स्वतंत्रता मिल गई हो।
17
ખડક જગત કેરૂં આજ પાણી થઈને વિપુલ રસતણા કો ધોધમાં જાય ચાલ્યૂં. ૧૦
आज दुनिया की ठोस चट्टान पानी बनकर, प्रचुर सार के किसी झरने में बह गई है।
18
ભરે છે દૂર ત્યાં વારિ કન્યાની સખિ તો હજી, ફરે છે તીરની કુંજે ભોળી એ મૃદુ આંખડી. ૧૧
अभी भी दूर से कन्या की सखी पानी भर रही है, और उसकी भोली, मृदु आँखें किनारे के कुंज में घूम रही हैं।
19
થોભી ઉભી જરિક એ સખિ કાજ બાલા, પ્હાની રહી પગતણી જરિ એક ઊંચે;
वह युवा स्त्री अपनी सखी के काम के लिए थोड़ी देर रुकी और खड़ी हो गई। उसने अपना एक पैर थोड़ा ऊपर उठाया हुआ था।
20
તેને અડી ફરફરે અનિલે નિમાળા, બેડા પરે અલક એક વિંટાઈ ઊડે. ૧૨
वहां शीतल हवा उसे छूकर फड़फड़ाती है, और घड़े पर लिपटा हुआ एक लट हवा में मंडराता है।
21
સામે જ ગૌર મુખ છે સ્થિરતા ધરીને ને નેત્ર કાંઈ તિરછાં બનતાં ફરે છે;
सामने ही एक गोरा मुख स्थिरता धारण किए हुए है, और घूमते हुए नेत्र कुछ तिरछे हो जाते हैं।
22
પ્હોંચી હતી નજર એ ત્યંહિં યોધ પાસે જ્યારે હતાં નયન હંસ પરે ઠરેલાં. ૧૩
उसकी नजर उस योद्धा तक पहुंच गई थी, जब उसकी अपनी आंखें हंस पर टिकी हुई थीं।
23
પાદ ને આંખડી એ તો હતાં ત્યાં સ્થિર થૈ રહ્યાં; હૈયાનાં આંસુડાં મીઠાં સામેની છબિએ ઢળ્યાં. ૧૪
पैर और आँखें वहीं स्थिर रहीं। हृदय के मीठे आँसू सामने की छवि पर ढल गए।
24
મનહર છબી ભાળી નેત્રે અને હૃદયે ઢળી, પરવશ થતાં લ્હેરી મીઠી નસેનસમાં ચડી;
एक मनमोहक छवि आँखों ने देखी और हृदय में उतर गई। परवश होते ही एक मीठी लहर नस-नस में दौड़ गई।
25
હૃદય કુમળૂં એ યોદ્ધામાં જડાઈ ગયૂં, અને સહુ અરપવા, અર્પી દીધૂં છતાં, અધિરૂં બને. ૧૫
उस योद्धा में एक कोमल हृदय बस गया, और सब कुछ अर्पित करने के बाद भी, वह और अर्पित करने को अधीर रहता है।
26
યોદ્ધાની તો નજર હજિ છે ત્યાંજ ચોંટી રહેલી, તો યે તાજૂં તન મન થતૂં સૂચવે આંખ કાંઈ;
योद्धा की नज़र अभी भी वहीं टिकी हुई है, फिर भी आँखें कुछ ताज़गी भरे तन और मन का संकेत दे रही हैं।
27
‘હૂં એવૂં એ’ –ઉર સમઝિ એ કાંઈ આનન્દ માને, સંસારીને પ્રણયસુખની એ જ સીમા અંહીં છે. ૧૬
हृदय से 'मैं वह हूँ' यह समझकर कुछ आनंद मिलता है। सांसारिक लोगों के लिए, प्रेम के सुख की यही अंतिम सीमा है।
28
ક્ષણ થઈ અને બાલાનાં એ ઢળી નયનો જતાં, પણ સુરખિ કો ગૂલાબી શી છવાઈ કપોલમાં;
एक क्षण बीता और बाला की आँखें झुक गईं, परंतु उसके गालों पर गुलाबी सी लाली छा गई।
29
ધડ ધડ થતૂં હેયૂં લોહી વહાવિ રહ્યૂં બધે, થર થર થતાં ગાત્રો સર્વે ધ્રુજે બનિ મુગ્ધ છે. ૧૭
मेरा हृदय, 'धड़ धड़' करता हुआ, हर जगह रक्त बहा रहा है। मेरे अंग, 'थर थर' काँपते हुए, सब काँपते हैं, एक समाधि में खोए हुए हैं।
30
જાદૂભર્યાં નેત્ર વહાવિ જાદૂ કો અન્યના જાદુમહીં ફસાતાં; તે જાદુનૂં ઝેર ઉતારવાનૂં કોની કને ઓષધ કૈં મળે ના. ૧૮
जादुई आँखों से जादू करते हुए, यदि कोई दूसरे के जादू में फँस जाता है, तो उस जादू के ज़हर को उतारने के लिए किसी के पास कोई औषधि नहीं मिलती।
Comments

Read-only on web. Join the conversation in the Sukhan AI mobile app.

0

No comments yet.